સેવા જે ખરેખર ઘર સુધી પહોંચે
દર્શન અને પ્રસાદથી આગળ વધીને સમાજના દરેક પરિવારને પગભર કરવાની દિશામાં ચાલતી અમારી પ્રવૃત્તિઓ.
મુખ્ય પૃષ્ઠ
›
સેવા પ્રકલ્પ
ભોજન અને નિવાસ વ્યવસ્થા
મહત્વના તીર્થક્ષેત્ર પર દર્શનાર્થે આવતા સમાજના પરિવારો માટે સ્વચ્છ નિવાસ અને સાત્ત્વિક ભોજનની વ્યવસ્થા.
સન્માન સાથેનું વડીલ નિજધામ
જીવનભર પરિવાર માટે ઘસાયેલા વડીલો માટે દયા નહીં, પણ સન્માન સાથેનું ઘર.
નેચરોપેથી ઉપચાર કેન્દ્ર
પ્રકૃતિ, આહાર અને યોગ દ્વારા મૂળમાંથી સ્વસ્થ થવાનો માર્ગ. સમાજના દરેક પરિવાર માટે ખુલ્લો.
સ્વરોજગાર અને આત્મનિર્ભરતા
સમાજના યુવાનો નોકરી શોધનારા નહીં, નોકરી આપનારા બને તે માટેનું પ્લેટફોર્મ.
ખેડૂત પરિવારનાં બાળકો માટે વિશેષ કાળજી
ખેતરમાં મહેનત કરતા પટેલ ખેડૂતનું સંતાન ભણતરમાં પાછળ ન રહે તે માટેની ખાસ યોજના.
વિધવા બહેનો માટે આત્મનિર્ભરતા
બહેનોને મદદ નહીં, પણ માન સાથેની આવક મળે અને તેઓ પોતાના પગ પર ઊભી રહે તે માટેનું બિઝનેસ મોડેલ.