શ્રી ખોડલ તીર્થ
જ્યાં માથું નમે અને મન શાંત થાય એવું સમસ્ત લેઉવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર.
શ્રી ખોડલ તીર્થ
માં શ્રી ખોડલ સમસ્ત લેઉવા પટેલ સમાજનાં કુળદેવી છે. પેઢી દર પેઢી આપણા પરિવારોમાં દરેક શુભ પ્રસંગની શરૂઆત માંના સ્મરણથી થાય છે. બાળકના નામકરણથી માંડીને લગ્ન અને નવા ઘરના પ્રવેશ સુધી.
શ્રી ખોડલ તીર્થ માત્ર દર્શનનું સ્થળ નથી, સમાજના મિલનનું સ્થળ છે. અહીં દરેક અટકનો અને દરેક ગામનો પરિવાર એક જ પંગતમાં બેસે છે અને એક જ પ્રસાદ લે છે.
તીર્થક્ષેત્ર પર દર્શન, ભક્તિનિવાસ, ભોજનશાળા, ગૌશાળા, વાંચનાલય અને સત્સંગ હૉલની વ્યવસ્થા છે. વર્ષભર નવરાત્રિ, પૂનમ અને પાટોત્સવ જેવા ઉત્સવો ધામધૂમથી ઊજવાય છે.
દર્શન સમય
સવારે ૬:૦૦ થી બપોરે ૧૨:૦૦
બપોરે ૩:૦૦ થી રાત્રે ૯:૦૦
આરતી સમય
મંગળા આરતી : સવારે ૬:૩૦
સંધ્યા આરતી : સાંજે ૭:૦૦
તીર્થક્ષેત્રની સુવિધાઓ
યાત્રિકો માટે ભક્તિનિવાસના ઓરડા
ભોજનશાળામાં સાત્ત્વિક પ્રસાદ
ગૌશાળા અને પાણીની પરબ
સત્સંગ હૉલ અને વાંચનાલય
પ્રાથમિક સારવાર કેન્દ્ર
પાર્કિંગ અને દિવ્યાંગ સુવિધા
આપ પણ આ પરિવારનો ભાગ બનો
સભ્ય તરીકે નોંધાઓ, સેવામાં જોડાઓ અથવા દાન દ્વારા સહયોગ આપો. દરેક હાથ સમાજને એક ડગલું આગળ લઈ જાય છે.