વિધવા બહેનો માટે આત્મનિર્ભરતા
એક વાર આપેલી મદદ થોડા દિવસ ચાલે છે. હાથમાં આપેલો વ્યવસાય આખી જિંદગી ચાલે છે.
પતિની છત્રછાયા ગુમાવ્યા પછી ઘણી બહેનો પર આખા ઘરની જવાબદારી આવી પડે છે. સંસ્થાન આવી બહેનોને દર મહિને દાન આપવાને બદલે કાયમી આવકનું સાધન ઊભું કરી આપે છે.
પાપડ, અથાણાં, નાસ્તા, સીવણ, ભરતકામ, અગરબત્તી, દીવડા અને પ્રસાદ સામગ્રી જેવા નાના એકમો બહેનોના જૂથ સ્વરૂપે ચલાવવામાં આવે છે. તાલીમ, સાધન અને કાચો માલ સંસ્થાન પૂરો પાડે છે.
બનેલો માલ સંસ્થાનનાં ભોજનાલય, ભંડાર અને મેળાઓમાં ખરીદાય છે, જેથી વેચાણની ચિંતા રહેતી નથી. મળતી આવક સીધી બહેનોના પોતાના ખાતામાં જમા થાય છે.
આપણા સેવા પ્રકલ્પ
- જૂથ સ્વરૂપે નાના વ્યવસાય એકમ
- તાલીમ, સાધન અને કાચો માલ
- સંસ્થાન દ્વારા ખાતરીપૂર્વક ખરીદી
- આવક સીધી બહેનના ખાતામાં
સેવા જે ખરેખર ઘર સુધી પહોંચે
ભોજન અને નિવાસ વ્યવસ્થા
મહત્વના તીર્થક્ષેત્ર પર દર્શનાર્થે આવતા સમાજના પરિવારો માટે સ્વચ્છ નિવાસ અને સાત્ત્વિક ભોજનની વ્યવસ્થા.
સન્માન સાથેનું વડીલ નિજધામ
જીવનભર પરિવાર માટે ઘસાયેલા વડીલો માટે દયા નહીં, પણ સન્માન સાથેનું ઘર.
નેચરોપેથી ઉપચાર કેન્દ્ર
પ્રકૃતિ, આહાર અને યોગ દ્વારા મૂળમાંથી સ્વસ્થ થવાનો માર્ગ. સમાજના દરેક પરિવાર માટે ખુલ્લો.
સ્વરોજગાર અને આત્મનિર્ભરતા
સમાજના યુવાનો નોકરી શોધનારા નહીં, નોકરી આપનારા બને તે માટેનું પ્લેટફોર્મ.
ખેડૂત પરિવારનાં બાળકો માટે વિશેષ કાળજી
ખેતરમાં મહેનત કરતા પટેલ ખેડૂતનું સંતાન ભણતરમાં પાછળ ન રહે તે માટેની ખાસ યોજના.
આપ પણ આ પરિવારનો ભાગ બનો
સભ્ય તરીકે નોંધાઓ, સેવામાં જોડાઓ અથવા દાન દ્વારા સહયોગ આપો. દરેક હાથ સમાજને એક ડગલું આગળ લઈ જાય છે.